મેઘાણી કોર્નર
ઝવેરચંદ મેઘાણીના પરિવાર તરફથી મેઘાણીની અનેક હસ્તપ્રતો ‘ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર’ને સુપરત કરવામાં આવી છે. મેઘાણીના હસ્તાક્ષરમાં લખાયેલી કવિતાઓ, ટાંચણપોથી, ભાષણ માટેની નોંધ, મુલાકાતો, કથાઓ સહિત અનેક બાબતોનો તેમાં સમાવેશ થાય છે. 'તમે મારા દેવના દીધેલ છો', 'કસુંબીનો રંગ', 'કોઈનો લાડકવાયો' જેવી કવિતાઓ મેઘાણીના ખુદના હસ્તાક્ષરમાં જોવાનો રોમાંચ અનોખો છે. સાથોસાથ અહીં મેઘાણીનાં તમામ પુસ્તકોને એક જ સ્થાને સુલભ બનાવાયાં છે.