દુર્લભ પુસ્તકોનો અમૂલ્ય ખજાનો
સાહિત્યપ્રેમીઓ, ઇતિહાસપ્રેમીઓ કે પ્રવાસપ્રેમીઓ ઉપરાંત જિજ્ઞાસુઓ, અભ્યાસુઓ, તેમજ સંશોધકોને રસ પડે એવું આ
સ્થળનું
વધારાનું એક આકર્ષણ એટલે અહીંનું વિશિષ્ટ પુસ્તકાલય. સવાસો વર્ષ જૂના અને ઓગણીસમી સદીનાં આદીમુદ્રિત પુસ્તકો
અઢી
હજાર જેટલી માતબર સંખ્યામાં સૂચિબદ્ધ રીતે ગોઠવાયેલાં છે, જેમાં હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તેમજ સંસ્કૃત
પુસ્તકોનો
સમાવેશ થાય છે. આ તમામ પુસ્તકોનું ડિજિટલાઈઝેશન ‘રેખ્તા ફાઉન્ડેશન’ના સહયોગમાં થઈ રહ્યું છે, જે તબક્કાવાર
વેબસાઈટ
પર સુલભ બનશે અને વિશ્વસાહિત્યનાં અભ્યાસનો માર્ગ મોકળો કરશે.
Click on a photo for expanded view
×